શિક્ષણ ક્ષેત્રનું નેશનલ ઍવાર્ડ મેળવનાર કવિશ્રી વ્રજ ગજકંધ (વી.જે. ખત્રી) ને ઍવાર્ડ અર્પણ કરતા ઉપરાષ્ટ્રપતિ શ્રીશંકરદયાળ શર્મા (ન્યુ દિલ્લી) વિજ્ઞાન ભવન-૧૯૮૯

શિક્ષણ ક્ષેત્રનું નેશનલ ઍવાર્ડ મેળવનાર કવિશ્રી વ્રજ ગજકંધ (વી.જે. ખત્રી) ને ઍવાર્ડ અર્પણ કરતા ઉપરાષ્ટ્રપતિ શ્રીશંકરદયાળ શર્મા (ન્યુ દિલ્લી) વિજ્ઞાન ભવન-૧૯૮૯

કચ્છીબોલીની લિપિ – અવલોકન.

[ભાષા-ગુજરાતી]

[મહેન્દ્ર દોશી]

કચ્છીબોલીની લિપિ અંગેનો વિવાદ કોઠે પડી ગયો છે. આ વિવાદ ઠરી ગયેલ કોલસા જેવો છે, સમયાંતરે ફૂંક મારતા પ્રજ્વલિત થાય અને પુનઃ ઠંડો પડી જાય. આ વિવાદ માટેના કારણો શાસ્ત્રીય હોવા કરતાં તેમાં તર્કનું તત્વ વિશેષ જેવા મળે છે. ખરું કહીએ તો. આ વિવાદને ભાષા-વૈજ્ઞાનિક સ્તર પર મૂકીને સર્વ માન્ય સંમતિ સાધી વિવાદનો અંત લાવી શકાય તેમ છે.

હાલમાં કચ્છી બોલી માટે નવો ફણગો ફુટ્યો, ગત વર્ષે કેટલાંક સામાયિકોમાં “કચ્છી બોલીની પ્રથમ નવી લિપિની શોધ” શીર્ષક હેઠળ સમાચાર કવર કરવામાં આવેલા. જે જુના ઐતિહાસિક અવલોકનો નોંધતા ખોટી જાહેરાત હોવાનું જણાય છે. આ માટે ભૂતકાળના કેટલાંક પાના ઉથલાવવા જરૂરી છે.

૧.      ઠક્કર નારાયણજી જોબન પુત્રાએ ઇ.સ. ૧૯૨૦માં ‘ૐ’ માંથી એક લિપિ બનાવી હતી. તેમણે આ લિપિમાં “કચ્છીભાષાની પેલી ચોપડી” નામથી પ્રકાશિત કરી હતી.

૨.      લાલજી નાનજી વકીલે પણ પ્રયત્ન કરેલ. “કચ્છી નવલિપિ” આપી.

૩.      વ્રજલાલ ભગવાનલાલ છાપાએ “સ્વદેશ” સામાયિક ૧૮૮૯ ના અંકમાં પ્રયત્ન કર્યો. જેમાં પ્રથમવાર કચ્છી શબ્દો ઉચ્ચારોના વર્ણો મૂકેલ છે.

૪.      રામસિંહજી રાઠોડે “ખોજકી લિપિ”  શોધવાની નોંધ મળે છે. (સંદર્ભ-‘કચ્છ રચના-દિપોત્સવી અંક-ઓકટોબર ૧૯૭૬ “કચ્છ લિપિ ઇતિહાસ”. રાનસિંહજી રાઠોડ-પાના-૧૮.

આ લિપિનો ઉપયોગ ખોજા લોકો લખવામાં અને શાળામાં કરતા હતા. ૧૭૩૭ ની ઉપલબ્ધ પ્રત અને ૧૯૩૨ ની ઉપલબ્ધ પ્રતમાંથી શ્રી રાઠોડે ખોજકી લિપિના વર્ણો તારવેલ છે.

૫. રાઠોડે આઠમી સદીના ભંભોરના ખોદકામમાંથી મળેલ માટીનાં માપિયાં પર જે લિપિ અંકિત થયેલ છે  તે નાગરી શૈલીની છે, આ લિપિને પ્રથમ કચ્છીલિપિ તરીકે ઓળખાવાય છે.

આ પરથી સાબિત થાય છે કે પહેલાં કચ્છીલિપિ હતી. આ સિવાય પણ “મામઈ” દેવની વાણીની પોથીની લિપિ “વણીક અખર” –એ લુહાણા-ભાટિયાની હટાઈ ભાષા – નારાયણ સરોવરના ગોરના ચોપડાની સહીઓમાં જૂની લિપિ જોવા મળે છે. [સંદર્ભ-કચ્છ રચના]

કચ્છીભાષાના સંદર્ભમાં કચ્છનો ભૂસ્તરનો ઈતિહાસ ૧૫ કરોદ વર્ષ જૂનો છે. એ સમયની ૨”x૪”ની ગોળ છીપ મળી આવી છે, જે આધારે કેટલીક હકીકત મેળવી શકાય છે. [સંદર્ભ-કચ્છ મ્યુઝિયમની શતાબ્દિ ઉજવણીનો અંક]

૧.      લોથલ સંસ્કૃતિના અવશેષો અને સિંધુ સંસ્કૃતિની અર્ધ ચિત્રાત્મક અક્ષરાત્મક લિપિ મળી આવેલ છે. જેને ઉકેવા માટે ડૉ. રાવે [કર્ણાટક] રશિયન વૈજ્ઞાનિકની મદદથી લિપિને ઉકેલવાના પ્રયત્ન કરેલ પરંતુ અંશતઃ સફળ થયેલ. [સંદર્ભ-ટાઈમ્સ ઑફ ઈન્ડિયા, પૂના,૧૬.૯.૮૦]

૨.      કચ્છમાં પહેલી સદીથી ૧૭મી સદી સુધીના ઉત્કીર્ણ લેખો ઉપલબ્ધ છે. તેમાં આઠ ક્ષત્રપકાલીન લેખો પણ છે.  જેમાં બ્રાહ્મી લિપિવાળી ગુફા નાડાપા [કચ્છ] ની પૂર્વે ભૂરી ગડામાંથી મળી આવેલ છે. [ગુજરાતના ઐતિહાસિક લેખો-ગ્રંથ ૧માં ઉપલબ્ધ છે-આ ઉપરાંત કચ્છ મ્યુઝિયમમાંથી માહિતી ઉપલબ્ધછે.]

૩.      ઈ.સ. આઠમી સદીની ભંભોરની લિપિ પણ અભ્યનસનીય છે. [સંદર્ભ-કચ્છ રચના-ઓક્ટોબર-૧૯૭૬]

૪.      ઈ.સ. ૧૧૪૭ થી ૧૯૪૭ સુધી પુરાં આઠસો વર્ષ કચ્છ પર જાડેજાઓનું રાજ હતું. આ સમય દરમ્યાન “જાડેજા ભાષા” વિકસી હતી.

૫.      ઈ.સ. ૧૦૬૫ થી ૧૨૦૩ ગુજરાતની સોલંકી સત્તાનું રાજ હતું. આ સમય દરમ્યાન ગૌર્જર અપભ્રંશના અનેક ધાતુઓને શબ્દોનું કચ્છીકરણ થયું, કચ્છી સિંધિથી દૂર થઈ ગુજરાતીને નજીક થવા માંડી. વધુમાં ગુજરાતના વાઘેલા અને રાજસ્થાન સિંધના સોઢા વચ્ચેના સંબંધો વિકાસ પામ્યા. આથી કચ્છી જાડેજાની પિતૃભાષા અને માતૃભાષા ગુજરાતી બની. [સંદર્ભ-કચ્છ-દર્શન-શ્રીશંભુદાન ગઢવી]

કચ્છમાં કેળવણી ગુજરાતી ભાષામાં શરૂ થઈ સરકારી ગેઝેટિયરની નોંધ જોઈએ તો-In 1854 there was only one vernacular school in Bhuj.

૬.      કચ્છીને પોતાની લિપિ નહીં હોવાને કારણે કચ્છીઓ વ્યવહારમાં ગુજરાતી લિપિ વાપરે છે. પણ કચ્છના ધ્વનિબંધારણને ધ્યાનમાં લેતાં એમાં થોડા ફેરફાર જરૂરી લાગે છે.

કોઈ પણ ભાષાની લિપિ યોજના તેના ધ્વની ઘટકોના અનુસંધાને થાય, અર્થાત કચ્છની લિપિ યોજવી હોયતો આપણે તેના ધ્વની ઘટકો નિયત કરવા પડે. કચ્છીના લખાણની રૂઢરીતિને ધ્યાનમાં રાખીને ગુજરાતીની લિપિ અપનાવી છે. દેવનાગરી લિપિ પણ પ્રયોજી શકાઈ હોત તેને જે થોડાક ફેરફારો સાથે અપનાવીએ તો એક પ્રકારની સુગમતા રહે.

આમ કચ્છી બોલીને વિકાસ અને કચ્છી લિપિ માટે સઘન પ્રયત્ન કરવામાં આવેલ જ છે. કચ્છી ભાષાના લેખનમાં એક વાક્યતા જળવાય તે દ્દષ્ટિએ કચ્છીભાષાની જોડણી અંગે અંગે કચ્છીબોલીના ઉચ્ચારણો મુજબ જોડણી થઈ શકે તે માટે ૧૮ સૂચનો ડૉ.શાંતિભાઈ આચાર્યે સૂચવેલ છે. [સંદર્ભ-વિદ્યાપીઠ-જુલાઈ-ઓગસ્ટ-૧૯૮૬-કચ્છીભાષાની જોડણી] આ વાત થઈ કચ્છી બોલીની અને પ્રથમ લિપિ બાબત ગેરમાર્ગે દોરનારની.

હવે જોઇએ ૧૨મી સદીની લિપિની મર્યાદા અને વિશ્વમાં તેનું સ્થાન.

“કચ્છી અદ્યાપિ સજીવ છે કારણ કે પ્રતાપરાય ત્રિવેદી, દુલેરાય કારાણી, કવિ “તેજ”, નારાયણ જોશી “કારાયલ”, ડૉ.વિસન નાગડા, જયંતિ જોશી ‘શબાબ”, ઈત્યાદિ સાહિત્યકારોને હાથે ‘કચ્છી’ આજે શિષ્ટભાષાનું સ્થાન માણી રહી છે, કાલે એ ‘પ્રશિષ્ટ’ ભાષા પણ બનશે. આથી વર્તમાન કચ્છીભાષાનાં જીવંત સ્વભાવિક ઉચ્ચારણો પ્રમાણે લેખનમાં પણ એક વાક્યતા સાચવવાની દિશામાં સરળતા થશે” આ વાક્યો છે માનનીય કે.કા. શાસ્ત્રીનાં. [સંદર્ભ-પગદંડી]

ઉપરોક્ત ભાષા શાસ્ત્રી અને ભાષાવિદ્‍ના અવતરણો જ કચ્છી લિપિ અને કચ્છી બોલી માટે ગુજરાતી લિપિનું અનુબંધન સ્પષ્ટ કરે છે કે ગુજરાતી લિપિમાં કચ્છી વિશિષ્ટ અને પ્રણાલિગત ઉચ્ચારણોને રૂઢ કરવા માટે અવકાશ છે.ને

હવે આ લિપિને સમજવા માટે લેખન પધ્ધતિને ટૂંકમાં જોઇએ તો એમ કહી શકાય કે “script is a human invention”

ભાષા એ ઇતિહાસ અને સમાજની ઉપજ છે. લિપિની શોધ મનુષ્યે કરેલી છે. વિષયને બદલવાની સૂઝ મનુષ્યમાં છે. મનુષ્ય ભૂતકાળની ઘણી પધ્ધતીઓ કદાચ ભૂંસી નાખી હોય પણ લિપિમાં ક્રાંતિ/સુધારા-વધારા ઘણી ધીમી ગતિએ થાય છે. આથી પ્રણાલીગત પધ્ધતી મુજબની લિપિ માટે કોઇ છેવટનું મંતવ્ય બાંધી લેવું હિતાવહ નથી. લિપિ મનુષ્ય નિર્મિત હોવાથી સ્વભાવિક છે કે મનુષ્યના દરેક સામાજીક જૂથોને આધિન પરીવર્તનશીલ હોય. જો કે આ પરિવર્તનમાં ભૂતકાળના અવશેષોનો માત્ર અંશ હોય છે, પણ આ પરિવર્તન ઘણું ધીમું હોવાથી તેને સિદ્ધ કરવું મુશ્કેલ હોય છે.

૧.      દુનિયાની સાતહજાર કરતાં વધુ બોલાતી ભાષાઓ આજે જીવંત છે. આ બોલાતી દરેક ભાષા/બોલી પૈકી સો કરતાં વધુ ભાષા/બોલીઓને આજે પણ પોતાની લિપિ નથી છતાંય એવો કોઇ સમાજ કે જુથ નથી કે તેની પોતાની બોલચાલની ભાષા કે બોલી ન હોય. કારણ કે ભાષા અને લેખન વ્યવસ્થા એ મનુષ્ય નિર્મિત છે. બોલાતી ભાશષાઓનું પ્રતિનિધિત્વ લેખિત ભાષામાં થાય છે. મનુષ્યે પોતાના વિચાર અને કાર્યની અભિવ્યક્તિ લાંબા સમય સુધી સંગ્રહિત કરવા માટે લિપિના માધ્યમની રચના કરી. આ લેખન વ્યવસ્થા મગજ અને વિચારની પ્રક્રિયાને શબ્દમાં મૂકવા માટેની છે, જે પરિવર્તનશીલ છે. [Graman-Coulman]

૨.      શુધ્ધ લેખન [0rthography] માટેના ઘણા પ્રકારો પરંતુ Harris A. Cotheat મંતવ્ય મુજબ મુખ્યત્વે નીચેના ગણાવી શકાય, [૧] Written system-લેખન વ્યવસ્થા-વર્ણધ્વનિલેખન. [૨] Script-લિપિના આકાર/ઘાટ-આકૃતિ ઘાત પ્રકાર.

[૩] Orthography-પરિવર્તનશીલ [વર્ણવિન્યાસ]- શુદ્ધ વર્ણવિન્યાસ, જોડણી વર્ણવિન્યાસ શુદ્ધ લેખન, પ્રણાલિગત પરંપરાગત.

આ પ્રકારો વચ્ચેનો તફાવત શોધવા માટે પોતાની જાતને તેમાં મૂકીને તેનો કેવી રીતે ઉપયોગ થાય તે જાણવું જોઇએ અને પછી તે બાબતમાં આવેલ વિચારને પાના પર શબ્દના સ્વરૂપે મૂકીને તેની પ્રક્રિયા કરવી જોઇએ.

આ પ્રક્રિયા ત્રણ પ્રકારની લેખન પદ્ધતિના ઉપયોગથી દુનિયાની ભાષાઓમાં થાય છે, જો કે એક પણ ભાષાની લિપિ માટે આ પ્રકારો સંપૂર્ણ નથીન છતાં તેની માટેના આદર્શ લિપિના પ્રકારો નીચે મુજબના ગણાવી શકાય.

૧.      Logographic System [દરેક શબ્દના અલગ પ્રતિક] મુદ્રણકલા/શબ્દચિહ્નલેખન/ચિત્રોવાળી વ્યવસ્થા.

૨.      Alphabetic System [અક્ષરોવાળી વ્યવસ્થા] ભાષામાં દરેક ધ્વનિઘટકતા અલગ ચિહ્ન/પ્રતિક.

૩.      Syllabaries System [અક્ષર, ધ્વનિમુક્ત, અક્ષરોચ્ચારિત, અઘરમાળા વ્યવસ્થા] ભાષામાં દરેક અક્ષરના આગ ચિહ્ન.

મૂળ પ્રશ્ન ઉદ્‍ભવે છે કે શબ્દ લેખન પદ્ધતિ [Logographic System] કરતાં વર્ણક્રમિક વ્યવસ્થા

[Alphabetic System] ની માનસિક પ્રક્રિયામાં ધ્વનિવ્યવસ્થા એ મહત્વનો ભાગ છે, જ્યારે લેખિત શબ્દોના

રેખાચિત્ર [Logographic] કરવા માટે તે સાદ્દશ્ય વ્યવસ્થામાં સંગઠિત કરાવા માટેની આગ વ્યવસ્થા છે.

Logographic System [દરેક શબ્દના અલગ પ્રતિક]

આ લેખન વ્યવસ્થા ચાઇનિઝ, જાપાનિઝ, કોરિયા ઇત્યાદિ દેશોમાં પ્રચલિત છે, આ લિપિના અક્ષરને

અલગ અક્ષરો દ્વારા દર્શાવી શકાતાં નથી, કે અલગ અને ભિન્ન ધ્વનિ તરીકે પણ ઉપયોગ કરી શકાતો નથી.

આ અક્ષરો શબ્દ કે શબ્દના એક ભાગરૂપે પ્રતિનિધિત્વ કરે છે, આમાં ક્યારેક દેખિતું સામ્ય હોય તો તેના શબ્દ

કે શબ્દના ભાગમાં વસ્તુ-પ્રદાર્થને અઝર ઉચ્ચારણ દ્વારા તેને સંકલિત કરી તેનું અનુકરણ પણ કરી શકાતું

નથી. આમ વર્ણાનાનુક્રમિક લેખનના વિષિષ્ટ ગુણધર્મો અને લક્ષણ વગેરેનું વર્ણન આખા – શબ્દમાં

અભિવ્યક્ત કરવામાં આવે છે. ચાઇનીઝ ભાષાની મુખ્યવાત એ છે કે ચાઇનીઝ વર્ણલેખનમાં તેનાં [ગુણધર્મ]

લક્ષણ અને અર્થ વચ્ચે સાંકળતા જ નથી પરંતુ તે ભાષાના કેટલાક વિશિષ્ટ અંગોમાં શબ્દોને કોઇક રીતે

સમસ્વરવર્ગ [Homo phone] સાથે કરીને લેખનની વ્યવસ્થામાં શબ્દના ઉચ્ચારણને પ્રસ્તુત કરવામાં આવે છે.

ટૂંકમાં ચાઇનીઝ શીખવા માટે ૨૦૦૦ અક્ષરો શીખવા પડે અને જાપાનીઝ શીખવા માટે ૧૯૫૦ અક્ષરો શીખવા

પડે.

Alphabetic System [વર્ણાનુક્રમિક, વર્ણમાલા સંબંધિ વ્યવસ્થા]

આ પદ્ધતિથી શીખવા અને તેને સંગ્રહિત કરવા માટે એક પછી એક ચરિત્રણ પરથી કરી શકાય છે. ધ્વનિશાસ્ત્રની જાણકારીના આધારે શબ્દોનું ઉચ્ચારણ કેવી રીતે કરી શકાય તેની જાણકારીથી જોડણીની કલ્પના કરી શબ્દોમાં મૂકી શકાય છે. આમ તો Alphabetic System શીખવવા માટે સરળ છે કારણ કે તે ભાષા લખવાનું શીખે છે તે ભાષા પહેલાં બોલતી હોય છે.

Syllabaries System [અક્ષર, ધ્વનિમુક્ત, અક્ષરોચ્ચારિત, અક્ષરમાળા વ્તવસ્થા.]

આ     પદ્ધતિમાં ભાષા શીખવવામાં સૌથી ઓછી ભૂલ થાય છે. Syllabaries System શીખવા કરતાં બોલાતા શબ્દોને આબેહૂબ અવાજને ઓળખીને તેના પરથી શબ્દ બનાવે છે. આલ્ફાબેટમાં અક્ષરનું માળખું એ જ રહે છે. આ પરથી વર્ણમાં ઉપયોગ Grapheme Phoneme Correspondence [GPC Rules] દ્વારા થઈ શકે છે. તેવું ઉત્તમ ઉદાહરણ છે. આ ઉપરાંત આ વ્યવસ્થાથી International Script માં પણ રૂપાંતર કરીને સમગ્ર વિશ્વમાં કોઇ પણ ભાષાને તેના મૂળગુણધર્મોએ વળગીને અભિવ્યક્ત કરી શકાય છે.

આ લિપિના પ્રકારોના ગુણ-દોષ જોયા બાદ વિશ્વના સ્તરે જે લિપિના પ્રકારો સ્વીકારાયા છે તેને જ માન્ય ગણીને લિપિનો આગ્રહ સેવવો ઉચિત ગણાય. મૂળ ભાષા તે બોલાતી ભાષા જ ગણાય અને આથી તેને સંગ્રહિત માટે લિપિનું આયોજન ઉચ્ચારણ શાસ્ત્રને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવે છે. [International Phonetic Script]

વિશ્વમાં જીવંત ૭૦૦૦ કરતાં વધુ ભાષાઓની લિપિ Alphabetic-Syllabaries પદ્ધતિ અપનાવેલ છે અને જે સરળ અને સહજ હોવાનું સાબિત થયેઅ છે. ચાઇનિઝ સરકારે તો આગામી વર્ષોમાં સરકારને ખર્ચે અંગ્રેજી ભણવાનું ફરજિયાત કરેલ છે. ભારતિય ભાષાઓમાં પણ આજ લેખન પદ્ધતિ અપનાવેલ છે. ભાષા-વિજ્ઞાનના સંશોધનો ઉચ્ચારણ અને ઉચ્ચાર પ્રક્રિયાની અવગણના કરી શકતા નથી. કચ્છી લિપિને જો કાયમી સ્વરૂપ આપવું હોય તો ભાષા વિજ્ઞાનીઓની મદદથી જ આ કાર્ય કાયમી ધોરણે થઇ શકશે. હા! એમને સમજવા માટે કદાચ તમારે એમની “ભાષા” શીખવી જરૂરી છે.

[સાભાર-કચ્છ અર્પણ-ડીસેમ્બર ૨૦૧૦]

મુઠાસીં [ગજ઼્લ]

વજેતી જૉર મ્યા નૉભત મુઠાસીં,

અચીંધી ઑચધી આફત મુઠાસીં.

વરી વઈ આય વિંગી હથજી રેખા,

રખે પાછી ફિરે કિસ્મત મુઠાસીં.

પનારો પ્યો આય ઍડ઼ો ઈનીસેં,

છાડાજે પણ નતી સૉભાત મુઠાસીં.

ડિસણ ધીધાર કે નિવરા નં વાસીં,

ઇનીજી મારેતી મૉભત મુઠાસીં.

ગ઼િનોંતા સે ડિનેલા જાધ રખણૂં,

કડેં મંઙધા અચી લાગ઼ત મુઠાસીં.

કરીજે કડ઼સેં સે બર સેં નં થીયે,

વિઞે ફોગટ મિડ઼ૅ તાકત મુઠાસીં.

જીયણમેં લા નિકા સા આય ન્યાર્યૉ.

ઍડ઼ી “ગજકંધ” જી હાલત મુઠાસીં.

 

[બંધ-લગાગાગા લગાગાગા લગાગા]

વેસા નં કેંણું.

વટ ડિઈ ફણ ચાડ઼ે વિઠો, બેવડ઼ ડિઈ કંઢા.

પટ ધબ્યો ફરકાય પુછ, ઉછલાયતો જંઢા.

જલમેં પુછ પટકાય પ્યો, ઉડાયતો છંઢા,

અંતરજા અંધા, વિફર્યેતેં વેસા કરીં.

 

ભાવાર્થ – જ્યારે નાગ પુંછડાને વળ દઈ ફેણ ચઢાવી બેઠો હોય, વીંછીએ પુચ્છની બેવડ઼ કરી કાંટો ઊંચો કર્યો હોય, સિંહ પોતાના આગળના પગ પર દબાઈ પુંછડાને હવામાં ફરકાવી પોતાની યાળ ઊંચી કરી હોય. જલમાંનો મગરમચ્છ જલની સપાટી નીચેં રહી પુચ્છ પટપટાવતો છાંટા ઉડાળતો હોય, ત્યારે આ બધાને વકરેલા જાણવા, છતાં અંતરના અંધ હોય તે જ તેવાઓનો વિશ્ર્વાસ કરે છે.

 

(વકીલ લાલજી નાનજી જોશી- ઈનીજે પ્રકાશન “કચ્છજો કુરૂક્ષેત્ર ઝારો” મિંજા સાભાર)

આષાઢી ગ઼ીત

મન તૂં મૉભતજો મેડ઼ો ભનાય,

મન તૂં સૉભતજો મેડ઼ો ભનાય.

 

મૉભતજી રાંધ મેં હીયેંજા હેતનેં,

હીંયેં જે હેત મિંજ માડૂજો વેશ.

માંજરી હિન કુખમેં તૂં મૉભત ગુરાય.

મનતૂં મૉભતજો મેડ઼ો ભનાય……..

 

સૉભતજી સંગમેં ધિલજા સબંધનેં,

ધિલમેં લગ઼ેં વિઠીયું સૉભત જ્યું સૂઈયૂં,

સુગંધી સુખડ઼જો તૂં અભલખ સજાય.

મનતૂં મૉભતજો મેડ઼ો ભનાય……..

 

મૉભતજી વાટતા માડૂ વટાંણુંનેં,

હીંયેંમેં આષાઢી ઉમંગ રચાણું.

ધબકંધે ધિલ કે તૂં ધિલસેં મિલાય.

મનતૂં મૉભતજો મેડ઼ો ભનાય……..

 

(ગૌતમ જોશી-ઈનીજે પ્રકાશન “નિમોરીયું” મિંજા સાભાર)

ગજલ

વડો કાફલો વે સફરમેં અસાંજી,

હી ચંધરમ હી તારા અસરમેં અસાંજી.

લગ઼ેંતા અખીયેંજા રૂંગા ઈતરે ખારા,

વસેતો હી ધરીયો નજરમેં અસાંજી.

ચર્ચાજો નં હો કો કારણ જિંધગીમેં,

પિટાઈ વિઈ ડાંઢી નગરમેં અસાંજી.

નિકી સિજ઼ ઉલેજો હી ટાંણુ લગ઼ેતો,

વરાંકા ડિસાજેં કમરમેં અસાંજી.

મિણીકે ખપે યાર મંજીલ હથુકી,

મુસાફર ભમેંતા ખબરમેં અસાંજી.

અગર રંગ મૅફીલ જ અધવિચ ઉથી વિઈ,

ગઝલ ગ઼ાઈધાસીં કિભરમેં અસાંજી.

 

કવિતા. ગીત

હંજ વલા, અઈં કિન ડેસજા વાસી ?

કાછેજી રિણ કંધી આંકે કીં લગ઼ી આય ખાસી ?

રિણજી રેતી મથેતાં કપરી ધોમ ધુખેતી,

વંટોડ઼ ચડ઼ેંતા ડમરી થિઈ ભભૂત ભમેતી.

મૃગજડ઼જા પડ઼છાઈયા રાડ઼ોરાડ઼ કરીંતા,

ગાંઢી થિઈ લાંચાર ભનીનેં લૂ લુછેતી,

હી ધરણી આય પિંઢ પ પ્યાસી,

કાછેજી રિણ કંધી આંકે કીં લગ઼ેતી ખાસી ?

હંજ વલા, આંજી વસાહત ડિસીનેં,

આંજે બાર બચડ઼ેંજી અનામત ડિસીનેં,

ધરપત થિઈ વિઈ મુંકે જીયણ ભરજી,

કુધરતજી હી રંગીન કરામત ડિસીનેં.

અસીં કર સુરગમેં અચી પુગ઼ાસી,

કાછેજી રિણ કંધી આંકે ઈ લગ઼ી ખાસી.

સજી પૃથમી વતન અસાંજો અસીં જગ પ્રવાસી,

મૃગજડ઼મેં તાં મકા ડિઠો, ડિઠી ધૂડ઼્મેં કાસી,

અસીં જગ પ્રવાસી…

સચી માણસાઈ જો જિત મૅરામણતો ડોલે,

કચ્છી માડૂ કામણગારી મિઠડ઼ી બોલી બોલે,

માણસાઈજી મેકાઈંધાસી મહેંક સજે જગમેં,

રિણકંધી તેં મારા ક્યાસીં, ઈતરે ઠાંસી ઠામ્સી.

અસીં જગ પ્રવાસી…..

બાયોડેટા પૂરો નાં અટક સોંત – વ્રજલાલ જખુભાઈ ગજકંધ (ખત્રી) માતાજો નાં – પ્રેમાબાઈ જખુભાઈ ગજકંધ  ઉપનામ – વ્રજ ગજકંધ જન્મ તા. – ૨૨/૮/૧૯૩૯ અભ્યાસ – એમ.એ,બી એડ. એલ.એલ.બી. (ફાઈનલ) મૂરગામ - કેરા હૅરજો સિરનામું – "આદિત્ય'' ૬/ કવિનગર હાઊસીંગ સોસાયટી, મંગલમ ચાર રસ્તા પાસે, ભુજ કચ્છ-૩૭૦ ૦૦૧ છૉક [હૉબી] સાહિત્ય સર્જન ચિત્રકળા (ખાસ-કાર્ટૂન) પ્રવાસ લેન્ડ લાઈન - [૦૨૮૩૨] ૨૫૪૧૦૪ પ્રકાશિત પુસ્તક. ૧.'મંધીયાણી' (કચ્છી કાવ સંગ્રહ)	 	કચ્છી કવિતાને બળુકી બનાવવામાં બનાવવામાં જેમનું મહત્ત્વનું યોગદાન છે તે કવિ વ્રજ ગજકંધ કચ્છી સાહિત્યમાં "અધા"ના હુલામણા નામે ઓળખાય છે. ૨૨મી ઑગસ્ટ, ૧૯૩૯ન દિવસે કેરામાં જન્મેલા વ્રજ ગજકંધ એટલે કે વ્રજલાલભાઈ ખત્રીએ સાહિત્ય સર્જનનો પ્રારંભ છેક ૧૯૫૫થી જ શરઊ કરી દીધો હતો.  	એમ.એ. ઍલ.ઍલ.બી. થયેલા આ કવિનું કેળવણીક્ષેત્રે પ્રદાન પણ નોંધ પાત્ર છે. તેમણે શિક્ષણપ્રવાહમાં "તરંગ'' નામે મૌલિક તરાહ પણ આપી છે. તેમને ૧૯૮૮માં શ્રેષ્ઠ શિક્ષક તરીકનો રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત થઈ ચૂક્યો છે. 	કચ્છી અને ગુજરાતીમાં સાહિત્ય સર્જન કરતા રહેતા વ્રજ ગજકંધ 'બી,વ્રજ'ના નામથી કાર્ટૂનિસ્ટ તરીકે પણ જાણીતા છે. તેમની બહુમુખી પ્રતિભાને અલબત્ત, સાહિત્યનું ક્ષેત્ર વિશેષ માફક આવ્યું છે. કચ્છીભાષા અને સાહિત્ય સર્જનની સફળતા બદલ ડૉ. જયંત ખત્રી સ્મારક સભા "સંસ્મતિ'' તરફથી ડૉ. મનુભાઈ પાંધી ઍવાર્ડ તેમજ "મંધીયાણી'' કાવ્ય સંગ્રહ બદલ તારામતિ વિશનજી ગાલા ઍવાર્ડ મળી ચૂક્યા છે. આ ઉપરાંત પણ વિવિધ સંસ્થાઓએ તેમને સન્માન્યા છે. તેમણે કચ્છી કાવ્ય સંગ્રહ "મંધીયાણી" આપ્યો છે તે ઉપરાંત "પાંદડી'', "મહેફીલ", "વૃક્ષ ટહુકે મૌનમાં'', "આથમેલા સૂરજના અજવાળાં'' કાવ્ય સંગ્રહોના સંપાદનમાં સહયોગ આપ્યો છે. 	સાહિત્ય સર્જન કરવા ઉપરાંત સંપાદનની કામગીરીમાં પણ તેઓ સક્રિય છે. કચ્છી સાહિત્ય અકાદમીના મુખપત્ર "ચીંગાર''નું સંપાદન તેઓ સંભાળ્યું છે. તદુપરાંત 'કચ્છી સાહિત્ય સભા'ના વિશેષાંક 'આષાઢી બીજ'' નું સંપાદન પણ સંભાળી ચૂક્યા છે. 	ફિલ્મ દિગ્દર્શક સાંઈ પરાંજપેની દસ્તાવેજી ફિલ્મ "દ્રાખી''માં તેમના ગીતો લેવાયાં છે તે ઘટના પણ નોંધવી જોઇએ. તેઓ "કલમ મંદળ'', "રંગ'', "કચ્છી સાહિતય સભા'', જેવી અનેક સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા રહ્યા છે. "યાજ્ઞેય''ના ઉપનામથી તેમણે આધ્યાત્મિક ગદ્ય તેમજે પદ્યનું સર્જન પણ કર્યું છે.  	કચ્છી કાવ્ય સર્જનમાં પ્રતિભા ખીલી ઊઠે છે, પરંતુ સાથે સાથે તેઓ વિવેચનાત્મક લેખો પણ લખતા રહે છે. કચ્છી ભાષાના અનેક કવિઓનાં કાવ્ય સંગ્રહની પ્રસ્તાવના પણ તેમણે લખી છે. એ રીતે તેઓ અનુગામી સાહિત્યની પેઢીને પણ પ્રેરણા આપતા રહે છે.

બાયોડેટા
પૂરો નાં અટક સોંત – વ્રજલાલ જખુભાઈ ગજકંધ (ખત્રી)
માતાજો નાં – પ્રેમાબાઈ જખુભાઈ ગજકંધ
ઉપનામ – વ્રજ ગજકંધ
જન્મ તા. – ૨૨/૮/૧૯૩૯
અભ્યાસ – એમ.એ,બી એડ. એલ.એલ.બી. (ફાઈનલ)
મૂરગામ – કેરા
હૅરજો સિરનામું – “આદિત્ય” ૬/ કવિનગર હાઊસીંગ સોસાયટી, મંગલમ ચાર રસ્તા પાસે, ભુજ કચ્છ-૩૭૦ ૦૦૧
છૉક [હૉબી] સાહિત્ય સર્જન ચિત્રકળા (ખાસ-કાર્ટૂન) પ્રવાસ
લેન્ડ લાઈન – [૦૨૮૩૨] ૨૫૪૧૦૪
પ્રકાશિત પુસ્તક.
૧. ‘મંધીયાણી’ (કચ્છી કાવ સંગ્રહ)
કચ્છી કવિતાને બળુકી બનાવવામાં બનાવવામાં જેમનું મહત્ત્વનું યોગદાન છે તે કવિ વ્રજ ગજકંધ કચ્છી સાહિત્યમાં “અધા”ના હુલામણા નામે ઓળખાય છે. ૨૨મી ઑગસ્ટ, ૧૯૩૯ન દિવસે કેરામાં જન્મેલા વ્રજ ગજકંધ એટલે કે વ્રજલાલભાઈ ખત્રીએ સાહિત્ય સર્જનનો પ્રારંભ છેક ૧૯૫૫થી જ શરઊ કરી દીધો હતો.
એમ.એ. ઍલ.ઍલ.બી. થયેલા આ કવિનું કેળવણીક્ષેત્રે પ્રદાન પણ નોંધ પાત્ર છે. તેમણે શિક્ષણપ્રવાહમાં “તરંગ” નામે મૌલિક તરાહ પણ આપી છે. તેમને ૧૯૮૮માં શ્રેષ્ઠ શિક્ષક તરીકનો રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત થઈ ચૂક્યો છે.
કચ્છી અને ગુજરાતીમાં સાહિત્ય સર્જન કરતા રહેતા વ્રજ ગજકંધ ‘બી,વ્રજ’ના નામથી કાર્ટૂનિસ્ટ તરીકે પણ જાણીતા છે. તેમની બહુમુખી પ્રતિભાને અલબત્ત, સાહિત્યનું ક્ષેત્ર વિશેષ માફક આવ્યું છે. કચ્છીભાષા અને સાહિત્ય સર્જનની સફળતા બદલ ડૉ. જયંત ખત્રી સ્મારક સભા “સંસ્મતિ” તરફથી ડૉ. મનુભાઈ પાંધી ઍવાર્ડ તેમજ “મંધીયાણી” કાવ્ય સંગ્રહ બદલ તારામતિ વિશનજી ગાલા ઍવાર્ડ મળી ચૂક્યા છે. આ ઉપરાંત પણ વિવિધ સંસ્થાઓએ તેમને સન્માન્યા છે. તેમણે કચ્છી કાવ્ય સંગ્રહ “મંધીયાણી” આપ્યો છે તે ઉપરાંત “પાંદડી”, “મહેફીલ”, “વૃક્ષ ટહુકે મૌનમાં”, “આથમેલા સૂરજના અજવાળાં” કાવ્ય સંગ્રહોના સંપાદનમાં સહયોગ આપ્યો છે.
સાહિત્ય સર્જન કરવા ઉપરાંત સંપાદનની કામગીરીમાં પણ તેઓ સક્રિય છે. કચ્છી સાહિત્ય અકાદમીના મુખપત્ર “ચીંગાર”નું સંપાદન તેઓ સંભાળ્યું છે. તદુપરાંત ‘કચ્છી સાહિત્ય સભા’ના વિશેષાંક ‘આષાઢી બીજ” નું સંપાદન પણ સંભાળી ચૂક્યા છે.
ફિલ્મ દિગ્દર્શક સાંઈ પરાંજપેની દસ્તાવેજી ફિલ્મ “દ્રાખી”માં તેમના ગીતો લેવાયાં છે તે ઘટના પણ નોંધવી જોઇએ. તેઓ “કલમ મંદળ”, “રંગ”, “કચ્છી સાહિતય સભા”, જેવી અનેક સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા રહ્યા છે. “યાજ્ઞેય”ના ઉપનામથી તેમણે આધ્યાત્મિક ગદ્ય તેમજે પદ્યનું સર્જન પણ કર્યું છે.
કચ્છી કાવ્ય સર્જનમાં પ્રતિભા ખીલી ઊઠે છે, પરંતુ સાથે સાથે તેઓ વિવેચનાત્મક લેખો પણ લખતા રહે છે. કચ્છી ભાષાના અનેક કવિઓનાં કાવ્ય સંગ્રહની પ્રસ્તાવના પણ તેમણે લખી છે. એ રીતે તેઓ અનુગામી સાહિત્યની પેઢીને પણ પ્રેરણા આપતા રહે છે.

ઓઘેજો ડૅલો (કચ્છી વાર્તા)

ઓઘેજો ડૅલો ઈતરે સજ઼ે ગંજેમેં પધરો ઠેકાણું….જણ બચો ઈન ડૅલેકે નેં ઈનમેં રોંધલ કુટંમ કે

ઓરખે, ઈતરો જ નમ પ !, આખડ઼ પાખડ઼ જે પંજ પિંજી ગંજેંમેં ઓઘેજે ડૅલેજા નેં ઇનમેં રોંધલજા વખાણ

થીએં, થાનક વારે વડે ધરવાજેમેં ડાખલ થીંધે જ ધારસી બાપાજી મેડ઼ી અચે, હી મિડ઼ૅ વીંટો ધારસી

બાપાજે માઈતરેંજો જ વારૅલો હો, ધારસી બાપા ડૅલેજા તીં ગંજેજા મુખીયા ચૉવાજેં.

“કૅર આય ભલા..?”

કેંજોક પગ઼ પૅસારો સુણી ધારસી બાપા પિંઢજી પેઢીમેં વિઠે વિઠે જ પડ઼્તાર્યોં.

“એ..ઈ..તાં..આઉં ઐયાં….” કૉ બાપા ક્ઉરો ચૉતા ?.

ભીખો વેંધે વેંધે બાપાજી પેઢીજે ધરવાજે વટ ઉભીનેં પુછા કેં.

“તું અઈયેં ?, ભલેં ભલેં…મુંજે મને ક માસ્તર આયા અઈં”.

“માસ્તરજો કમ વે ત નીસાડ઼ વટા થીંધો વિઞા !”

“નાં..નાં…બિપૉરજો પિનઈં અચીંધા…પ….તું હિન ટાંણે હિતે કીં ફિરેંતો ? મુલ તેં નાંયં વેં કુરો ?.

“મુલ તાં વ્યો અઈયાં પ ! મોણસી શેઠજી વાડ઼ી તેં”.

“ગ઼ાલ મુંજે કનેં આવઈ, આંઉં તૉકે ચાં;…વે…હિતે…વે…હથેં કરેનેં પગ઼તેં કૉઆડ઼ો કુલાય હણેં તો ?.

“બાપા સજ઼ે ગંજેમેં મુલઈયેંજા મુલ વધ્યા….નેં હી કિરસન પટૅલ મુંજી ઈતરી નિંઢડ઼ી ગ઼ાલ નં રખ્યોં, ત આંઉં કુરો કરીયાં ?” ભીખો ઓટેતેં વેધે ચેં;

“સુણૉ બાપા મુંજી ગ઼ાલ ઈતરી હુઈ ક મુલમેં અઠ આના વધારે ડ્યૉ આંઈં પિંઢ ન્યા કજા….આંઉં કીં ખોટો ચ્યો આય ?.

ડિસો નં અજ઼ મોંઘારત કિતરી વધંધી અચેતી, મુંકે પ મુંજે છોકરેંજા પેટતાં ભરણા પોંધા ક નં ?.”

“ભરાભર…પ..આઉં તૉકે ચાં…”અંધા ખડ કેંલા ખોધીએંતો, ત ચૅ; મુંલાય…? ઍડ઼ો તાલ થ્યો આય.ત્રી-પાંત્રી વરેંજે નાતે મથાનુમ પાણી ફિરાય ડીંણુ ઈ ચરપાઈ ચૉવાજે…ચરપાઇ…”

“ઈ ચરપાઈ…બરપાઈ….આઉં કીં નં બુજાં, અજ઼્તાં નગદ નારાઅણ જમાનું આય, ઉ ચૅ નં; “નાંણે વિગર નર નિમાણા.”

“ભીખા આઉં તૉકે ચાં; તું વાર્યો નં વરનેં પ હાર્યો વરનેં”.

ધારસીબાપા જા હી સબધ ભીખેજે કનેં અડ઼ધા પ્યા નં પ્યા તૅનું મોંધ ઈ વાડ઼ીવારે ધરવાજે મિંજાનું સીમ કુરાજી વાટ જલે ગ઼િડ઼ેં.

“સિભુજો ઓટેતેં વિઈનેં માસ્તર ડનણ પાણી કંધાવા, ધારસીબાપા દેવ ડરસન કરેનેં આયા, “બાપા થાનક વ્યા વા,”

“હા માસ્તર ! વિઈ રાતજો હોકીરો-ગોકીરો થ્યો તે નેં હુસરો ક્યા વિઠાવા સે વો કુરો ?.

“બાપા, માડ઼ૂ ચ્યોં નોં ક; જિકીં થીએ સે સારે લાયા…”

“ઇતરે…?” ધારસીબાપા માસ્તર વટે ઓટેતેં “અઠે દ્વારકા” ક્યોં.

“બાપા વિઈ રાતજો આં વટે રયાણ કરે લગભગ ઈગીયારેં વગ઼ેં વ્યો સેં, નિંધરતાં લાટ અચી વિઈ પ ! બ સવા બ વગ઼ા હુંધા. “હો…ય..મા…ડ઼ી…જૉરધાર રડ઼ સુણાણી, નેં આઉં જાગ઼ી પ્યો સેં, ઈતરી વારમેં ડાઇ કાકી પ અચી પુગ઼ા.

“હા. ત..સુણાયૉ…પોય કુરો થ્યો ?.ધારસીબાપાજી ધીરજ ખુટી.

હા…આઉં બૅટરીજી લાઈટ કરેનેં કિરસન પટૅલ પુઠીયા વ્યોસેં. ભીખો પિંઢજે ઘર વટે નિખટ સુંઞુ થ્યો ઉભો હો, નં કી બોલે નં કીં ચાલે, મુંગો મંતર સાવ સુદ્ધ બુદ્ધ ચડે વ્યો હો.. પટૅલ ભીખેજે ઘરમેં વ્યા, આઉં પુઠીયા પુઠીયા.

ભીખેજી ઘરવારી રસૉડ઼ેમેં ભૅસુદ્ધ પિઈ વિઈ, પટૅલ તૅરઈં સમજી વ્યા, ડાઈ કાકી કે ચ્યાં, તું નોં કે કોઠેનેં બાર ખાટલે તેં વિજ, નેં માસ્તર અઈં ન્યાર્યોતાં હિતરેમેં સપ આય ?. આડો અવરો નં થિઈ વિઞે,

મુંજા ટાંટીયા ધુબણ લગ઼ા.

“સે અધરાત મધરાતજો ભીખેજી વહુ જો ડટ્યો કુરો હો રસૉડ઼ેમેં ?”

“આંકે ખબર આપ બાપા, ક ભીખે કે ડીં મેં ડૉ વેરા ચાય ખપે, નેં રાતજો ઉથીયે ત ! રાતજો પ ચાય ખપે. સે ચાય ભનાયલા ભચીભાભી ઉથ્યા નેં સાણસી ગોતીંધા વા નેં, મૉરી વારી ચૉકડ઼ીમેં હથ વિધોં નેં સપ ડસેં.

“પોય સપ જલાણૂં ખરો ?”

“સપ કે તાં સાણસેમેં જલે કરે નયમેં છડે આયાસીં”.

“સપ જલેમેં સજ઼ે ગંજેમેં કિરસન કે કોય નં પુજે, પ..પોય ભીખેજી વહુજો કુરો થ્યો ?.

“ભચીભાભીકે તાં અખઈ પટેલજે ગડેતેં વિજી રતનપર હૉસ્પીટલ ભેરી ક્યાસીં, ડૉ. જોશીજી ટૅમસરજી સારવારસેં જીવ ભી વ્યો. નિકાં નિઢડ઼ા છોરા રુલી પ્યા વા.

“સાવ સચા અયૉ માસ્તર”, ધારસીબાપા ટાપસી પુરીંધે ચ્યાં.

“ઘાત વિઈ મથાનું. હી તાં બાજર હુઈ ઈતરે ભચઈ, નિકાં વિઞે હલઈ.

“કોક પુઞાઈ કમ આવઈ નેં ભીખેજી અકલ પ ઠેકાણે અચી વિઈ.

”હાંણે કિરસન પટૅલજી વાડ઼ીતેં જ મુલ વેંધો”.

ઈતરો ચિઈ માસ્તર ડનણજી ચીરી ફિગ઼ાયૅલ વાડ઼ીવારે ધરવાજે કુરા પગ઼ ભર્યાં.